Tuesday, 8 March 2016

શ્રી સયાજી હાઈસ્કૂલમાં હવે ત્રણે વિભાગ એક સાથે......

શ્રી સયાજી હાઈસ્કૂલ, ઘડીયાળી પોળ,  માંડવી, વડોદરામાં 
જુન ૨૦૧૬ થી 
આર્ટસ કોમર્સ અને સાયન્સ પ્રવાહ 
ધોરણ ૧૧ અને ૧૨ માં પ્રવેશ મેળવી શકાશે.

શ્રી સયાજી હાઈસ્કૂલમાં આર્ટ્સના વિષયો પણ શરુ થયા.

શાળાના ઉ. મા. વિભાગના સામાન્યપ્રવાહમાં કોમર્સના વિષયો સાથે  આર્ટ્સના વિષયો પણ શરુ


        શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહના વર્ગોમાં કોમર્સના વિષયો સાથે આર્ટ્સના નીચે જણાવેલ વિષયોનું શિક્ષણ ધો. ૧૧/૧૨ ના સામાન્ય પ્રવાહમાં આપવાનું નક્કી કરવામાં આવેલ છે.

વિષયો નીચે મુજબ રહેશે.

1)   જૂથ - ૧  -  ૦૧૩ અંગ્રેજી (SL) દ્વિતીય ભાષા

2)  જૂથ - ૨  -  ૦૦૧ ગુજરાતી (FL) પ્રથમ ભાષા

3)  જૂથ - ૩  -  ૧૨૯ સંસ્કૃત

4)  જૂથ – ૩  -  ૧૪૧ મનોવિજ્ઞાન

5)  જૂથ – ૪  -  ૦૨૨ અર્થશાસ્ત્ર

6)  જૂથ – ૪  -  ૧૪૮ ભૂગોળ

7)  જૂથ – ૪  -  ૩૩૧ કોમ્પ્યુટર થીયરી

                    ૩૩૨ કોમ્પ્યુટર પ્રેક્ટીકલ  

શ્રી સયાજી હાઈસ્કૂલ રોલ પ્લેમાં પ્રથમ ક્રમે



શ્રી સયાજી હાઈસ્કૂલ રોલ પ્લેમાં પ્રથમ ક્રમે

GCERT ગાંધી નગર અને   DIET વડોદરાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ Help અંતર્ગત રોલ પ્લે  સ્પર્ધામાં  શ્રી સયાજી હાઈસ્કૂલ, ઘડિયાળી પોળ, માંડવીના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા.

        ‘વ્યસન મુક્તિ’ ના વિષય “માદક દ્રવ્યોના દુરુપયોગના કારણો અસરો અને તેને અટકાવવાના ઉપાયો” આધારિત આ રોલ પ્લેમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ અભિનય દ્વારા વ્યસનોથી યુવાનો પર પડતી અસરો અને તેમાંથી મુક્ત થવાના ઉપાયો રજુ કર્યા હતા. શાળાના શિક્ષકો શ્રીમતી ડી એમ વાળંદ તથા શ્રી કૌશિકભાઈ રાવલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આચાર્યશ્રી એન આર ચૌધરીએ  વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.