Tuesday, 8 March 2016

શ્રી સયાજી હાઈસ્કૂલ રોલ પ્લેમાં પ્રથમ ક્રમે



શ્રી સયાજી હાઈસ્કૂલ રોલ પ્લેમાં પ્રથમ ક્રમે

GCERT ગાંધી નગર અને   DIET વડોદરાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ Help અંતર્ગત રોલ પ્લે  સ્પર્ધામાં  શ્રી સયાજી હાઈસ્કૂલ, ઘડિયાળી પોળ, માંડવીના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા.

        ‘વ્યસન મુક્તિ’ ના વિષય “માદક દ્રવ્યોના દુરુપયોગના કારણો અસરો અને તેને અટકાવવાના ઉપાયો” આધારિત આ રોલ પ્લેમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ અભિનય દ્વારા વ્યસનોથી યુવાનો પર પડતી અસરો અને તેમાંથી મુક્ત થવાના ઉપાયો રજુ કર્યા હતા. શાળાના શિક્ષકો શ્રીમતી ડી એમ વાળંદ તથા શ્રી કૌશિકભાઈ રાવલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આચાર્યશ્રી એન આર ચૌધરીએ  વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

No comments:

Post a Comment