Sunday, 5 August 2012

TAT આચાર્યશ્રીઓ જોગ.....

મિત્રો,
          Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં કેન્દ્રિય ભરતી પદ્ધતિ દ્વારા  મા. અને ઉ.મા. ના શિક્ષકોની અને આચાર્યોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.     તા 02/03/12 ના રોજ યોજાયેલા આચાર્ય  ભરતી કેમ્પમાં નિમણુક પામેલા ઉમેદવારોને શાળા સંચાલક મંડળો  હાજર કરતા ન હતા જેની પ્રક્રિયાના ભાગરૂપે DEO કચેરી વડોદરાએ કેમ્પનું આયોજન કરીને 10 જેટલા આચાર્યોને હાજર કરવાની સફળતા મેળવીછે. કચેરીનું કામગીરી પ્રસંશનીય  છે.
વિદ્યાર્થી અને  શિક્ષણના હિતને દયાનમાં રાખીને આચાર્યો ને હાજર કરનાર મંડળો ધન્યવાદને પાત્ર છે.  આચાર્ય વિનાની શાળાએ સુકાની વિનાની નાવ જેવી છે.
           મિત્રો, સાથે ખુશ ખબર પણ  છે કે આચાર્ય તરીકે મારી પસંદગી વડોદરા શહેરની મધ્યમાં આવેલી શ્રી સયાજી હાઈસ્કૂલ, માંડવી માં થઇ હતી. શ્રી જુમ્મેદાર મંડળના શિક્ષણપ્રેમી સભ્યોના સઘન પ્રયાસોથી મને પણ શાળા માં હાજર થવાનો નિમણુક પત્ર પાઠવી દેવામાં આવેલ છે. સન 1906 માં સ્થપાયેલી આ શાળાનો ઈતિહાસ ગૌરવપૂર્ણ રહ્યો છે. અને આ શાળાના સુકાની તરીકેની મારી નિમણુક થી હું ગૌરવ અનુભવું છું. મારી આચાર્ય તરીકેની નિયુક્તિ કરવા બદલ હું શાળાસંચાલક મંડળનો  હું હંમેશા  આભારી રહીશ. 
જય હિન્દ.      
  

No comments:

Post a Comment